Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ મોટો નિર્ણય, આ 48 પર્યટન સ્થળો બંધ કરાયા, ફરવાના શોખીનો ખાસ જાણે

Jammu Kashmir Temporary Closure: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. જેને ધ્યાનમાં રાખતા અને કેટલાક વિસ્તારોની સંવેદનશીલતા જોતા 87માંથી 48 ફરવાની જગ્યાઓને હાલ બંધ કરી દીધી છે. 

Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ મોટો નિર્ણય, આ 48 પર્યટન સ્થળો બંધ કરાયા, ફરવાના શોખીનો ખાસ જાણે

હાલમાં જ જમ્મુ કાશ્મીરના પહેલગામ પાસે આવેલી બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત નિપજ્યા. આ ઘટના બાદ જમ્મુ કાશ્મીર સરકારે કાશ્મીર ઘાટીના 87માંથી 48 પર્યટનો સ્થળોને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું સુરક્ષા દળોની કાર્યવાહીને સરળ બનાવવા માટે અને પર્યટકોની  સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભરવામાં આવ્યું છે. 

સરકારે જે 48 સ્થળો બંધ ક ર્યા તે કા તો એક્ટિવ ઓપરેશન ઝોન તરીકે માનવામાં આવ્યા છે કે પછી તો સંભવિત જોખમવાળા વિસ્તારમાં સામેલ છે. જે હંગામી રીતે બંધ કરાયા છે અને સ્થિતિ અને સંજોગો મુજબ સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે. જાણો આ યાદીમાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે. 

આ પર્યટન સ્થળો રહેશે બંધ
કેટલાક પર્યટન સ્થળોને હાલ બંધ કરાયા છે. જેમાં યુસમર્ગ, ટૌસી મેદાન, ડૂડપથરી, અહરબલ, કૌસરનાગ, બંગસ વેલી, વેરિનાગ ગાર્ડન, સિંથન ટોપ, માર્ગન ટોપ, બાબારેશી, દાચીગામ, નારાનાગ, જામિયા મસ્જિદ શ્રીનગર, અને બાદામવારી સહિત અનેક જાણીતી જગ્યાઓ સામેલ છે. આ ઉપરાંત પેરાગ્લાઈડિંગ પોઈન્ટ્સ, વોટરફોલ્સ, વ્યૂ પોઈન્ટ્સ, અને કેટલાક રિસોર્ટ્સ પણ સુરક્ષા કારણોસર બંધ કરાયા છે. 

જે પર્યટન સ્થળો હાલ ખુલ્લા છે ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે. ઘાટીમાં પર્યટકોની સંખ્યા 22 એપ્રિલની ઘટના બાદ ઘટી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે આમાંતી કેટલાક સ્થળોને અસ્થાયી રીતે બંધ કરાયા છે. પહેલગામમાં પર્યટકોની હત્યાથી દેશભરમાં આક્રોશ ફેલાયેલો છે. તમામ ધર્મ અને ક્ષેત્રોના લોકોએ આતંકવાદીઓ દ્વારા કરાયેલી આ નિર્દય હત્યાઓની ખુલીની ટીકા કરી છે. 

પ્રવાસીઓ માટે શું છે એડવાયઝરી
કાશ્મીર ઘાટી ફરવાની યોજના બનાવતા પર્યટકોને સલાહ આપવામાં આવે છે કે નવી ટ્રાવેલ એડવાયરી પર ધ્યાન આપો અને સતર્ક રહો. તમેએવા વિસ્તારોથી દૂર રહો જ્યાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ હોય તથા સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરો. 

તેની શું અસર પડી શકે
આ હુમલાની અસર કાશ્મીરના દરેક ક્ષેત્ર પર જોવા મળી શકે છે, પરંતુ સૌથી વધુ પ્રવાસીઓને થઈ શકે છે જે લોકો ત્યાં હોટલ ખોલવાનું, બિઝનેસ શરૂ કરવાનો કે ફળનો વેપાર કરવા માંગતા હતા તેઓ હવે થોડા ખચકાઈ રહ્યા છે. તેનાથી કાશ્મીરની અર્થવ્યવસ્થા જે અનેક વર્ષોમાં બાદ થોડી સારી થઈ હતી તે હવે ફરીથી નબળી પડી શકે છે. આ સાથે જ કાશ્મીરના લોકોની કમાણી ઉપર પણ તેની ખરાબ અસર પડી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news